January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

સમાજની દિકરા-દિકરીઓ અભ્‍યાસમાં આગળ વધે તે માટે
ભાનુશાલી ઓવરસીઝ સંસ્‍થા કાર્યરત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: શ્રી કચ્‍છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્‍ટ, સંતશ્રી ઓધવરામ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન તથા દક્ષિણ ગુજરાતના વિવિધ 13 ભાનુશાલી મંડળોના નેજા હેઠળ વાપીમાં સમાજનું મહાસંમેલન યોજાયું હતું.


વી.આઈ.એ.ઓડિટોરિયમમાં યોજાયેલ ભાનુશાલી સંમેલન સમાજના દિકરા-દિકરી અભ્‍યાસમાં આઘળ વધે તે માટે વાલીઓને જરૂરી મદદ કરવાના ઉદ્દેશથી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંમેલનમાં જાણીતા લેખક મોટીવેશન સ્‍પીકર કાજલ ઓઝા, પેરેન્‍ટીંગ કોચ રાઈટર ડો.રાજેશ મણીયાર વગેરે મહાનુભાવોએ સમાજના ઉત્‍કર્ષ માટે માર્ગદર્શન આપ્‍યું હતું. ઓધવરામ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશનના ચેરમેન લક્ષ્િમકાંત કલ્‍યાણજી ભાનુશાલીએ આ પ્રસંગે ઉચ્‍ચ શિક્ષણ ઉપર ભાર મુકી સમાજના યુાવનો આઈ.પી.એસ., આઈ.એ.એશ.ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં ભાગ લે તેવું જણાવ્‍યું હતું. સમાજ દ્વારા ભાનુશાલી ઓવરસીઝ સ્‍પોર્ટ (ઓ.બી.એસ.) નામની વિશેષ સંસ્‍થા કાર્યરત છે. આ સંસ્‍થા સમાજમાં વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓને સપોર્ટ કરી રહી છે. સંમેલનમાં ઓધવરામ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન દક્ષિણ ગુજરાતના પ્રમુખ ગીરીશ જયરામ માવ જણાવ્‍યું હતું કે, આજે ભરૂચથી વાપી સુધીના 800 ઉપરાંત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા છે તે આપણી સફળતા કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ તથા નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

વાપી સરદાર વલ્લભભાઈ સ્‍કૂલમાં સ્‍માર્ટ ગર્લ્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીમાં સ્‍પંદન દ્વારા અર્વાચિન ગરબા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

Leave a Comment