October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપીજી.આઈ.ડી.સી. સી-ટાઈપ નજીર રાત્રે ફરજ પરથી આવી રહેલ વિકલાંગ સાયકલ સવાર શ્રમિકનો મોબાઈલ ઝૂંટવાયો

રાત્રિ દરમિયાન સેકન્‍ડ ફેઈઝ વિસ્‍તારમાં મોબાઈલ ઝૂંટવવાના વધી રહેલા કેસો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
વાપી સેકન્‍ડ ફેઈઝ વિસ્‍તારમાં ગતરોજ રાત્રે કંપનીમાંથી ફરજ પુરી કરીને સાયકલ ઉપર ઘરે જઈ રહેલ એક વિકલાંગ શ્રમિકના ખિસ્‍સામાંથી મોટર સાયકલ ઉપર આવેલ ઈસમો મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.
સી-ટાઈપ નજીક બનેલી ઘટના બાદ લોકો એક્‍ઠા થઈ ગયા હતા. આમ પણ આ રોડ વ્‍યસ્‍ત હોય છે. ઘટનાની જાણ ઉદ્યોગનગર પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. ભોગ બનનરા શ્રમિકને પોલીસ સ્‍ટેશને લઈ ગઈ હતી. અહી રોડ ઉપર સી.સી. ટીવી કેમેરા લાગેલા છે. પરંતુ ચાલુ છે કે બંધ છે તે તપાસનો જરુરી છે. બીજુ ખાસ કરીને સેકન્‍ડ શીફટ બાદ પરત ફરતા કામદારો સાથે અનેક વાર આવી ઘટનાઓ ઘટે છે. પણ પોલીસ સુધી ફરિયાદો નથી પહોંચતી તે પણ હકીકત છે. તેથી રાત્રી પેટ્રોલીંગ વધારવું જરૂરી લાગી રહ્યું છે.

Related posts

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment