Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

જિલ્લા કલેક્‍ટર અને બાલ ભવન ઉપપ્રમુખ સૌરભ મિશ્રાના માર્ગદર્શન હેઠળ દમણ બાલ ભવન બોર્ડના બાળકોએ બાંધકામ સ્‍થળની લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દમણ બાલ ભવન ખાતે ચાલી રહેલા સમર કેમ્‍પ 2023 અંતર્ગત બાળકોને કચીગામ વિદ્યાલયમાં ચાલતી કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પર લઈ જવામાં આવ્‍યા હતા. આ મુલાકાતમાં કોન્‍ટ્રાક્‍ટર શ્રી હિતેન્‍દ્ર પટેલ અને કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટના ઈજનેર શ્રી ચિરાગ ભંડારીએ બાળકોને બાંધકામ બાબતે વિગતવાર સમજ આપી હતી. જેમાં બિલ્‍ડીંગમાં બની રહેલા તમામ વિભાગો વિશે જેમ કે બાળકોને લાઈટ ફીટીંગ, ઈંટ, પથ્‍થર કેવી રીતે લગાવા, સિમેન્‍ટનો માલ કેવી રીતે અનેકેટલા પ્રમાણમાં વાપરવો જેવી મહત્‍વની બાબતો જણાવીને કામ કરાવવામાં આવ્‍યું હતું.
આ મુલાકાતનો હેતુ બાળકોને જણાવવાનો હતો કે જે ઈમારતો અને મકાનો બની રહ્યા છે તે કેવી રીતે બને છે અને તેને બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો એ નિહાળીને ખૂબ જ ખુશ થયા હતા અને તેઓએ પ્રશ્નો કર્યા કે અમે જે ઈમારત/મકાન/મકાનમાં રહીએ છીએ તે કેવું છે? તેમાં કેટલી સામગ્રી વપરાઈ હશે અને કેટલા લોકો તેમાં કામ કરે છે.
આ પ્રવાસને સફળ બનાવવા દમણ અને દીવના કાર્યપાલક ઈજનેર શ્રી હિતેશ ડુકાનો સંપૂર્ણ સહકાર હતો. બાદમાં તમામ બાળકોને ભોજન પણ આપવામાં આવ્‍યું હતું.
દમણ બાલ ભવન ખાતે 31મી મે સુધી ચાલનારા આ સમર કેમ્‍પમાં ભવિષ્‍યમાં પણ આવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

Related posts

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

આજે પારડી તાલુકાના ઓરવાડ સહિત 6 ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ફરશે

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment