April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ/દીવ,તા.19
દમણમાં આજે કોરોનાના 14 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 24 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 327 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 104 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3602 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 12 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 04 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) મનુભાઈની ચાલ, નવી નગરી, ડોરી કડૈયા, દમણ (ર) કરણ કોમ્‍પલેક્ષ, બી-3, દુણેઠા, દમણ (3) નવીનભાઈની ચાલ, કચીગામ, દમણ (4) જગદીશભાઈની ચાલ, દમણ સમાવેશ થાય છે.
હાલમાં દમણમાં કુલ 17 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર છે. જેમાં દાભેલ-01, કચીગામ-03, દલવાડા-03, ભીમપોર-01, દુણેઠા-0ર અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-07 ઝોનનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલીમા નવા 24 કોરોનાપોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 129 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6001 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 439 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 24 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 213 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા 24 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમાં હાલમાં 24 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 15 દર્દી રીકવર થતાં રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 991 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439146 અને બીજો ડોઝ 308411 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 1550 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 749107 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.આજરોજ દીવમાં નવો કોરોના પોઝિટીવનો 01 કેસ નોંધાયો છે. હાલમાં પ્રદેશમાં કુલ 08 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1241 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે. આજરોજ 01 કોરોના મુક્‍ત થતા વ્‍યકિતને કોવિડની સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

ડીઆઈએના સભાખંડને પોતાના ફંડથી વાતાનુકૂલિત બનાવવા ઉદ્યોગપતિ કાયરસ દાદાચનજીએ કરેલી જાહેરાત

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્‍લેષણ કરાયું

vartmanpravah

આજથી વાપી સહિત વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં દ્વિતિય સત્રનો પ્રારંભ : દિવાળી વેકેશન પૂર્ણ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment