April 27, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20
માર્શલ આર્ટની દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર વાપીના કરાટેવીર શ્રી હાર્દિક જોશીએ 1989 થી પ્રારંભ કરેલી ઇસશીનર્યું કરાટેની તાલીમ બાદ અવનવા કીર્તિમાન સ્‍થાપિત કર્યા છે. હાર્દિક જોશી દ્વારા હજારો યુવાનો અને યુવતીઓને આરોગ્‍યમય જીવનની સાથે સાથે સંસ્‍કાર, વ્‍યક્‍તિત્‍વ વિકાસ, નિડરતા, વ્‍યસન મુક્‍ત જીવન જીવવાની કળા શીખવી રહ્યા છે જે સાચા અર્થમાં ધન્‍યવાદને પાત્ર છે.
હાલમાં અજીત નગર વાપી ખાતે 29 વિદ્યાર્થીઓની ઓલ ઈન્‍ડિયા લેવલની બ્‍લેક બેલ્‍ટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, ત્રણ દિવસની આકરી પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓને 24, 26 અને 28 કિલોમીટરનું જોગિંગ, કઠિન એક્‍સરસાઇઝ, લેખિત પરિક્ષા, કરાટેના ઇન્‍ટરનેશનલ કતા, ઇન્‍ટરનેશનલ વેપન્‍સ કાટા, સેલ્‍ફ ડિફેન્‍સ ટેકનિક તેમજ સ્‍પારિંગની કઠિન પરીક્ષા હાર્દિક જોશી દ્વારા લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી. પરીક્ષામાં 50 ટકા વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ હતી જે ખરેખર પ્રશંસનીય છે. પરીક્ષાના અંતિમ દિને બ્‍લેક બેલ્‍ટ અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે દમણગંગા ટાઈમ્‍સના નિવાસી તંત્રી શ્રી વિકાસભાઈ ઉપાધ્‍યાય ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને જણાવ્‍યું હતું કે, કરાટે એ સેલ્‍ફ ડિફેન્‍સ તોછે જ પરંતુ સાથે સાથે સેલ્‍ફ રીઅલાઈઝેશન પણ છે, હાર્દિક જોશીની કાર્યશૈલીને બિરદાવી હતી. બ્‍લેક બેલ્‍ટ થનાર દરેક વિધાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.
આ પ્રસંગે શ્રી હાર્દિક જોશીએ જણાવ્‍યું હતું કે, કરાટેથી દરેક વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વનો વિકાસ થાય છે અને હકારાત્‍મક વિચારસરણી તેમજ આત્‍મશક્‍તિ દ્વારા જીવનમાં આવતા અનેક પડકારોને પહોંચી વળવાની ક્ષમતા કેળવે છે અને જણાવ્‍યું હતું કે આવનાર સમયમાં ભારતવર્ષને આવા બ્‍લેક બેલ્‍ટોની જરૂર છે અને આ 29 બ્‍લેક બેલ્‍ટ રાષ્‍ટ્રને સમર્પિત કર્યાનું જણાવ્‍યું હતું અને વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.
આ સમગ્ર કાર્યક્રમની વ્‍યવસ્‍થા અને સંચાલન સેન્‍સઈ શ્રી યોગેશ સુલાખે અને શ્રી સંતોષ આઉજી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણના જમ્‍પોર બીચ ઉપરથી બાઈક ચોરાઈઃ ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

વલસાડની યુવતી સાથે મિત્રતા કેળવી અશ્‍લિલ વીડિયો બનાવી બ્‍લેક મેઈલ કરતો હૈદરાબાદનો આરોપી ઝડપાયો

vartmanpravah

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment