October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામ

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

આરોપી પ્રકાશ શ્‍યામકુમાર પ્રજાપતિને 17 વર્ષિય સગીરા સાથે વારંવાર દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
વલસાડ પોસ્‍કો કોર્ટ જેલમાં રહેલા ઉમરગામના દુષ્‍કર્મના આરોપીએ કરેલ જામીન અરજી ફગાવી દીધી હતી.
ઉમરગામ વિસ્‍તારમાં રહેતો પ્રકાશ શ્‍યામકુમાર પ્રજાપતિ નામના યુવકે 17 વર્ષિય સગીરાને ફોસલાવી લાલચ આપી વારંવાર દુષ્‍કૃત્‍ય આચતરો રહેલો. સગીરાને દુખાવો ઉપડતા માતાને જાણ કરાઈ હતી. દવાખાને તપાસતા સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્‍યું હતું.સગીરાએ આરોપી પ્રકાશનું નામ જાહેર કરેલ અને ધમકી આપતો રહેતો કે કોઈને જાણ કરીશ તો તારા મા-બાપને જાનથી મારી નાખીશ.
આ બાબતે સગીરાની માતાએ ભિલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી ચાર્જશીટ પોસ્‍કો કોર્ટમાં રજૂ કરી હતી. આરોપી પ્રકાશ જેલમાં હતો. તેણે પોસ્‍કો કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ડીજીપી ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધીહતી.

Related posts

વિકાસ સપ્તાહ અંતર્ગત પારડીના રોહિણામાં આયુષ્‍માન આરોગ્‍ય શિબિર યોજાઈઃ 309 દર્દીએ લાભ લીધો

vartmanpravah

અમદાવાદના નિકોલ ખાતે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment