January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

હાઈવે ઉપર બે ટ્રેક વચ્‍ચે જગ્‍યાનો અભાવ હોવાથી ઘણી વખત રોડ ક્રોસ કરતી વેળા ચાલકો અધવચ્‍ચે ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના-મોટા અકસ્‍માતો સર્જાતા રહે છે.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: ચીખલી-બીલીમોરા માર્ગથી ઘેકટી, વંકાલ, ચીમલા, હોન્‍ડ, તેજલાવ, મલિયાધરા થઈને ચીખલી-અટગામ મુખ્‍ય જિલ્લા માર્ગને જોડતો આ વિસ્‍તારનો મુખ્‍ય માર્ગ હોન્‍ડ-ચીમલા પાસે નેશનલ હાઈવેને ક્રોસ થાય છે. જેમાં હોન્‍ડ-ચીમલા ફાટક પાસે કાવેરી નદી ઉપર નેશનલ હાઇવેના ત્રણ જેટલા પુલ છે. જે પૈકી એક વલસાડ-સુરત અને સુરત-વલસાડ હાઈવે પર છે. ત્‍યારે ચીમલા તરફથી જતા વાહન ચાલકોએ ચીખલ તરફ જવા માટે અને વલસાડ તરફથી આવી ચીમલા તરફ જવા માટે વાહન ચાલકોએ બન્ને ટ્રેક વાળા બે હાઇવે ક્રોસ કરવા પડે છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સુરત-વલસાડ હાઈવેના બે રોડ વચ્‍ચે જગ્‍યા જ નથી. એક રોડ ક્રોસ કરી ગયા બાદ બીજો ક્રોસ કરતી વખતે બે રોડની વચ્‍ચે વાહન ઉભા રાખવાની પૂરતી જગ્‍યાના અભાવે વાહન ચાલક અધવચ્‍ચે ફસાઈ જતો હોય છે. સુરતથી વલસાડ તરફ જવાના માર્ગ ઉપરકાવેરી નદી પર બે બ્રિજ હોવાથી અને આ બંને માર્ગો ત્રી માર્ગીય હોવાથી સુરત તરફથી પુરપાટ ઝડપે વાહનો વલસાડ તરફ દોડતા હોય છે. અને ચીમલા ફાટક પાસે આ બંને માર્ગો વચ્‍ચે જગ્‍યા જ ન હોવાથી વાહન ચાલકો ઘણીવાર ભેરવાઈ પડતા હોય છે.
આ અંગે સ્‍થનિક સાંસદ સી.આર.પાટીલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્‍થાનિકો દ્વારા અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્‍મક પરિણામ આજદિન સુધી આવ્‍યું નથી.ત્‍યારે હજુ કેટલા સમય સુધી ગ્રામજનોએ રાહ જોવી પડશે તે જોવું રહ્યું.

Related posts

વલસાડ જિલ્લામાં રાજ્‍યપાલ-મુખ્‍યમંત્રીના આગામન પૂર્વે તંત્ર એકશનમાં: રોડ-હાઈવેની મરામત યુધ્‍ધના ધોરણે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment