October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

પહેલી ડીલેવરીમાં ચાલક યુસુફ ઉસ્‍માનને સુરત જથ્‍થો પહોંચાડવાના 70 હજાર મળેલા : લાલચમાં બીજી વાર દારૂ ભરી જતા ઝડપાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી હાઈવે ઉપરથી જી.આઈ.ડી.સી. પોલીસે સેલવાસથી રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો કન્‍ટેનરમાં ભરી સુરત પલસાણા પહોંચાડવા નિકળેલ કન્‍ટેનર ચાલકને આજે બપોરે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જી.આઈ.ડી.સી. પોલીસને મળેલી બાતમી આધારે વાપી હાઈવે ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળુ કન્‍ટેનર આવતા પોલીસે ચેક કર્યુ તો તેમા રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ મળી આવ્‍યો હતો. ચાલક યુસુફ ઉસ્‍માનની અટક કરીને પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. યુસુફે કબુલાત કરી હતી કે એક મહિના પહેલાં નાનાભાઈએ ફોન નંબર આપી સેલવાસ મોકલ્‍યો હતો અને કહેલુ કે આ નંબર વાળો વ્‍યક્‍તિ મળશે અને દારૂનું કન્‍ટેનર ભરી આપશે. તારે ડિલેવરી કરી દેવાની. તે મુજબ એક મહિના પહેલાં દારૂનો જથ્‍થો સુરત પહોંચાડેલ. તેમાં યુસુફને રૂા.70 હજાર મળ્‍યા હતા તેથી આજે ફરી સેલવાસ પહોંચી પેલા ઈસમને ફોન કરેલો તેથી ફરી સુરત પલસાણા માટે રૂા.11.48 લાખનો જથ્‍થો ભરી આપેલ પલસાણા દારૂની ડિલેવરી થાય તે પહેલાં પોલીસે ઝડપી પાડી કન્‍ટેનર અને દારૂ સાથે રૂા.19.56 લાકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નાના ભાઈ આદિલ અને દારૂ ભરાવનાર મળી બે ઈસમોને વોન્‍ટેડ જાહેર કર્યા હતા.

Related posts

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah

ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્‍યો વાહન ચાલક આધેડને કચડી ફરાર

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

Leave a Comment