September 6, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા પો.સ્‍ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

મુખ્‍ય સુત્રધાર એ.એસ.આઈ. યોગેશ મહાલા અને હેડ કોન્‍સ્‍ટેબલ અતુલ પટેલ ફરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: નાનાપોંઢા પો.સ્‍ટે.માં પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલ સ્‍વિફટ કાર માલિક મહિલાનું નામ દબાવી રાખવા માટે એ.એસ.આઈ. અને પોલીસ કોન્‍સ્‍ટેબલએ દોઢ લાખની લાંચ માંગી હતી. જે આપવા ફરિયાદી તૈયાર નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી.એ. છટકું ગોઠવી પોલીસ સ્‍ટાફ વતી રૂપિયા દોઢલાખ લેવા આવેલ વચેટીયાને ઝડપી લીધો હતો. જ્‍યારે મુખ્‍ય સુત્રધાર એ.એસ.આઈ. અને હેડ કોન્‍સ્‍ટેબલ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ નાનાપોંઢા પો.સ્‍ટે.માં એક સ્‍વિફટ કાર દારૂના ગુનામાં ઝડપાઈ હતી. કાર મહિલાના નામે હોવાથી ફરિયાદમાં કાર માલિકનું નામ કાઢી નાખવા અંગે પોલીસ એ.એસ.આઈ. યોગેશ મહાલા અને હેડ કોન્‍સ્‍ટેબલ અતુલ પટેલ બન્ને રહે.કર્મભૂમિ સોસાયટી પારડીએ દોઢ લાખની લાંચ માંગી- નક્કી કરી હતી. તે મુજબ તેમણે એમના વચેટીયો સયાજીરાવ શામજી ગાયકવાડ રહે.નવા ફળીયા કરચોંડ ગામ દોઢ લાખની લાંચ લેવા પહોંચ્‍યો હતો. એ.સી.બી. કે.આર. સક્‍સેના અને ટીમે ગોઠવેલ છટકામાં આરોપી સજાયીરાવ રંગે હાથ ઝડપી લીધો હતો. જ્‍યારે મુખ્‍ય સુત્રધાર એવા એ.એસ.આઈ. યોગેશ મહાલા અને કોન્‍સ્‍ટેબલ અતુલ પટેલ ફરાર થઈ ગયા હતા.

Related posts

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment