(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કપરાડા, તા.21
આજરોજ તા.21/01/2022ના દિને મારી તાલુકા પંચાયત સીટમાં આવતા ગામો વિરવલ અને નાની ઢોલડુંગરી ગામના સરપંચશ્રીઓને ભારત દેશનું બંધારણ(સંવિધાન)આપવામાં આવ્યું હતું.
વિરવલ ગ્રામ પંચાયત સરપંચશ્રી તરીકે શ્રી પ્રતિક કુમાર ડાહ્યાભાઈ દેસાઈ અને ડેપ્યુટી સરપંચ તરીકે દિનેશભાઈ ધીરુભાઈ પટેલ વિધિવત ચાર્જ સ્વીકાર્યો હતો. નાનીઢોલ ડુંગરી ગામે સરપંચશ્રી યોગેશભાઈ રમેશભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ તરીકે અનિતાબેન નિલેશભાઈએ ચાર્જ સ્વીકાર્યો હતો. મોહના કાઉચાલી ગામે સરપંચશ્રી તરીકે રશ્મિબેન મોકાશીની વરણી કરાઈ હતી.
ડેપ્યુટી સરપંચ તરીકે ધવળુંભાઈ કાકડે ચાર્જ સ્વીકાર્યો હતો જ્યારે સરપંચશ્રી તરીકેના આગામી પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન ગ્રામ પંચાયતને સોનેરી સિદ્ધિ હાંસલ કરે અને ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબનું સંવિધાનના આપણા હકો અને તમે મારાથી નહીં પણ હું તમારાથી ઓળખાવ એવી પોતાની આગવી ઓળખ ઉભી કરો અને આપના કાર્યકાળ દરમ્યાન ગામ સોળે કળાએ ખિલી ઉઠે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલની નિયુક્તી કરવામાં આવી હતી.