(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દમણના દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્લાસ્ટેક એક્સ્પો-2024નું આજે સમાપન છે. આવતી કાલ તા.17મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્લાસ્ટેક એક્સ્પોનો શુભારંભ દમણના જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ 15મી ફેબ્રુઆરીના ગુરૂવારે કરાવ્યો હતો.
દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી દમણમાં પહેલી વખત પ્લાસ્ટિક પ્રોડક્ટ, મશીનરી અને રો-મટેરિયલના સંબંધમાં આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, સેલવાસ, દમણ, દિલ્હી તથા ચેન્નઈ જેવા સ્થળોએથી પ્રદર્શનકર્તાઓએ ભાગ લીધો હતો.
આ એક્સ્પોનું ઉદ્ઘાટન દમણના કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ કર્યું હતું અને દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સત્યેન્દ્ર કુમાર, ડી.આઈ.એ.ના પૂર્વ પ્રમુખ અનેપોલીકેબ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી આર.કે.કુંદનાની સહિત ઉદ્યોગપતિઓએ કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો.