October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રકની ટક્કર વાગતા સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: સેલવાસના ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રક દ્વારા સાયકલ સવારને ટક્કર મારવાને કારણે સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર શંકર રામ (ઉ.વ.40) રહેવાસી- ડોકમરડી સેલવાસ. જેઓ સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, જેમની નોકરીનો સમય પૂરો થતાં નોકરી પરથી ઘરે પરત જવા સાયકલ પર નીકળ્‍યા હતા તે સમયે રીંગ રોડ પર પૂરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારતા સાયકલ સાથે શંકર નીચે પટકાયો હતો. જેના કારણે તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત સાયકલ સવાર શંકર રામનું ઘટના સ્‍થળ ઉપર જ કમકમાટીભર્યું મોત થતાં ચકચાર ફેલાઈ હતી.
ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતાં તેમની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટનાની ફરિયાદ નોંધી ટ્રકનો કબ્‍જો લઈ સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment