December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વઘઈ, તા.22
દંડકારણ્‍ય તરીકે ઓળખાતા ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈ ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રમાં ખેડૂત ઉત્‍કર્ષ માટેની તાલીમ અવારનવાર યોજાતી રહે છે. ડાંગ પ્રાકૃતિક જીલ્લો જાહેર થયા પછી કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર વઘઈ, દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ સમયાંતરે આપવામાં આવી રહી છે.
ડાંગ જીલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પધ્‍ધતિનું સચોટ માર્ગદર્શન મળી રહે તેના માટે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રના બાગાયત વિષયના વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્‍ધતિ પ્‍લોટનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ પ્રદર્શનસ્‍થળ કમ પધ્‍ધતિ નિદર્શન પ્‍લોટ પર પ્રાકૃતિક કૃષિના પાંચ આધારસ્‍તંભ જેવા કે બીજામૃત, જીવામૃત, અચ્‍છાદન(મલ્‍ચીંગ), વાફસા અને જંતુનાશક અષાોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના પાકની ખેતી કરવામાં આવી રહી છે. ઓછીજગ્‍યામાં એક કરતા વધારે જેટલા પાકોનો સમાવેશ કરીને આશરે ત્રણેક ગુંઠા જેટલી જમીનમાં કુલ 25 જેટલા પાકોનો સમાવેશ કરવામાં અવ્‍યો છે. વાવેતર કરાયેલા પાકોમાં શિયાળુ શાકભાજી જેવી કે ધાણાં, મેથી, પાલક, મૂળા, ગાજર, મરચા, રીંગણ, ટામેટા, ડુંગળી(કાંદા), પાપડી, કોબીજ, ફૂલાવર, લસણ, બટાકા તથા વિલાયતી શાકભાજી જેવી કે લાલ લેટયુસ, લીલા લેટયુસ, બ્રોકોલી, જાંબલી કોબીજ અને ખેતીવાડી પાકોમાં શેરડીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.
કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, વઘઈ સ્‍થિત આ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન સ્‍થળનો ભરપૂર લાભ ડાંગ જીલ્લાની સાથે સાથે અન્‍ય જીલ્લાના ખેડૂતો પણ લઈ રહ્યા છે અને સ્‍થળ પર જ પ્રાકૃતિક ખેતીના તમામ આધાર સ્‍તંભનો યોગ્‍ય અને સચોટ ઉપયોગ કરવાની માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે. આ પ્રદર્શન પ્‍લોટ બનાવવામાં કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની આખી ટીમે સિંહ ફાળો આપ્‍યો હતો.

Related posts

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર સંઘપ્રદેશ સામુહિક યોગમુદ્રાથી શોભાયમાન બન્‍યો

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટરનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલીના ઘેજ ગામના મોટા ડુંભરીયામાં ડ્રેનેજ વિભાગ દ્વારા બોક્ષ કલવર્ટના એપ્રોચનું કામ પૂર્ણ ન કરાતા ચોમાસામાં માર્ગ પરનો વાહન વ્‍યવહાર બંધ થવાની દહેશત

vartmanpravah

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

vartmanpravah

Leave a Comment