September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

default

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12: સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની થીમ ઉપર 7.5 કિલોમીટર સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા પ્રશાસન અને વિદ્યાર્થીઓ તથા સ્‍કાઉટ ગાઈડની ટીમ અને પ્રદેશના નાગરિકો જોડાયા હતા. આ સાયકલ રેલીને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ રેલી કલેક્‍ટર કચેરીથી નીકળી કિલવણી નાકા, ડોકમરડી બ્રિજ, સરસ્‍વતી ચોક, ઝંડાચોક થઈ આમલી ફુવારાથી પરત કલેક્‍ટર કચેરી ખાતે આવી હતી. આ સાયકલ રેલીમાં સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, ખાનવેલ નિવાસી નાયબ કલેક્‍ટર ડો. સુનભ સિંગ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment