(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/02/2023ના રોજ આયોજિત રાજ્યકક્ષાની પ્રખરતા શોધ કસોટીનુ પરિણામ મંગળવારે જાહેર થયુ હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, સલવાવનો ધોરણ 9નો વિદ્યાર્થી મીત હસમુખભાઈ મિષાી રાજ્યના 1000 વિદ્યાર્થીઓમાંથી 99.21 પર્સેન્ટાઈલ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય કપિલ સ્વામી, ડાયરેક્ટર ડૉ. શૈલેષભાઈ લુહાર, ડાયરેક્ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટીગણ, આચાર્યા શ્રીમતિ રીનાબહેન દેસાઈ તથા સમગ્ર સ્ટાફે આ બંને વિદ્યાર્થીનીઓને અને માર્ગદર્શન આપનાર શિક્ષિકા શ્રીમતિ પ્રિયંકા પટેલને અભિનંદન પાઠવ્યા હતા.