દમણ ખાતે ભાજપ કાર્યાલયમાં અનુ.જાતિ મોરચાના પદાધિકારીઓ સાથે કરેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી સુરજ કેરો અને દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલે આજે દમણની મુલાકાત લીધી હતી.
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રભારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને મહાનુભાવોએ મનનીય માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા અને શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે ઉપસ્થિત રહી ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી સુરજ કેરો અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી અશોક ખટરમલનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી નિમેષભાઈ દમણિયા, અનુ.જાતિ સમાજના વરિષ્ઠ નેતા શ્રી મણીલાલભાઈ કોન્ટ્રાક્ટર, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ અને દમણ જિલ્લા અનુ.જાતિ મોરચાના પદાધિકારીઓઉપસ્થિત રહ્યા હતા.