October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સ્‍ટેશનથી બે મહિના પહેલા મોપેડ ચોરી ફરાર થયેલ આરોપી વાપીથી ઝડપાયો

દમણમાં રહેતા મોહંમદ આમીર નબી કુરેશીની અટક કરી મુદ્દામાલ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ રેલવે સ્‍ટેશન બહાર પાર્ક કરેલ મોપેજની ચોરી થયાની ફરિયાદ બાદ એલ.સી.બી.એ તપાસ હાથ ધરી હતી. નાસતો ફરતો આરોપી ચોરને ઝડપી પાડવાની પોલીસને સફળતા મળી છે. દમણમાં રહેતા આરોપીને વાપીમાંથી દબોચી લેવાયો છે.
બે મહિના પહેલા વલસાડ સ્‍ટેશન ઉપર પાર્ક કરેલ મોપેડ નં.જીજે 15 ડીએફ 9925 ચોરાઈ ગયું હતું. જેની તપાસ ચાલુ હતી. એલ.સી.બી. હે.કો. સહદેવસિંહ અને કુલદીપસિંહને મળેલી બાતમી આધારે ગુરૂવારે આરોપી મોહંમદ આમીર નબી કુરેશી રહે.નાની દમણ હાટીયાવાડ ચાર રસ્‍તાને પોલીસે આજે મુદ્દામાલ સાથે વાપીથી પકડી લીધો હતો. મુદ્દામાલ 25 હજારનું મોપેડ અનેઆરોપીને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને સુપરત કરવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે શાળા પ્રવેશોત્‍સવનો ઉલ્લાસભેર શુભારંભ

vartmanpravah

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

vartmanpravah

Leave a Comment