Vartman Pravah
તંત્રી લેખ

દાનહ અને દમણ-દીવનું વિલીનીકરણ થવાથી વધુને વધુ વિકસીત બનવાની સાથે શિક્ષિત અને સુસંસ્‍કૃત પણ થઈ રહ્યુ છે

દાનહ અને દમણ-દીવના વિલીનીકરણનું કામ ડિસેમ્‍બર 1961માં દીર્ઘ દૃષ્‍ટિ વાપરી કરવું જરૂરી હતું પરંતુ મોદી સરકારે ભૂતકાળની ભૂલ સુધારી 60 વર્ષ બાદ મર્જર ઉપર મહોર મારી બતાવેલી રાજકીય પરિપકવતા

દેશની સંસદના બંને ગૃહોમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિલીનીકરણનું બીલ પસાર થયા બાદ રાષ્‍ટ્રપતિએ મહોર મારતા તેની સત્તાવાર અમલવારી 26મી જાન્‍યુઆરી, ર0ર0ના રોજ કરતા આજે ત્રીજા વિલીનીકરણ દિવસની ઉજવણી પણ પ્રજાસત્તાક દિવસની સાથે સંઘપ્રદેશ કરી રહ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના મર્જર ડે(વિલીનીકરણ દિવસ)ને સંઘપ્રદેશ પ્રશાસન અને પ્રજાના પ્રતિનિધિઓએ ગયા વર્ષે નિર્માણ દિવસનું નામાકરણ કરતા હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને 26મી જાન્‍યુઆરીએ પ્રજાસત્તાક દિવસની સાથે સાથે નિર્માણ દિવસ તરીકે પણ ઉજવી રહ્યો છે.
હા, અડોશ-પડોશના બે કેન્‍દ્ર શાસિત પ્રદેશોની ભૌગોલિક અને સાંસ્‍કૃતિક ધરોહર અલગ-અલગ હોવા છતાં ઐતિહાસિક પૃષ્‍ઠભૂમિમાં કોઈ ઝાઝો ફરક નથી. જે કામ 1961ના વર્ષમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે દાદરા નગર હવેલી ભારતનું એક અભિન્ન અંગબન્‍યું હતું. ત્‍યારબાદ સ્‍વતંત્ર થયેલા દમણ-દીવને પણ સમાવી એકીકરણ કરવાનું હતું, પરંતુ આ કાર્ય છેક 60 વર્ષ બાદ મોદી સરકારે દીર્ઘદૃષ્‍ટિ વાપરીને કર્યુ છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના એકીકરણથી પ્રદેશના નવા નિર્માણનો પણ આરંભ થયો છે. પડોશના ગુજરાત રાજ્‍યના ચાર ગામોને પણ આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા માટેની સક્રિય ગતિવિધિ શરૂ થઈ છે ત્‍યારે, આ પ્રદેશના વિસ્‍તારમાં પણ વધારો થઈ રહ્યો છે. વિકાસની દૃષ્‍ટિએ અવ્‍વલ બનેલ નવા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે પોતાના ત્રીજા નિર્માણ દિવસ વચ્‍ચે વિકાસની અનેક ઊંચાઈઓ સર કરી છે અને પડકારોનો પણ મજબૂતીથી સામનો કર્યો છે. હવે, આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ વધુને વધુ વિકસીત બનવાની સાથે શિક્ષિત અને સુસંસ્‍કૃત પણ બનવા જઈ રહ્યું હોવાનો ભાસ આજે ત્રીજા નિર્માણ દિવસ નિમિત્તે થઈ રહ્યો છે.

Related posts

સાત સમંદર પાર યુ.કે.ના લેસ્‍ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્‍યતાના હચમચી રહેલા પાયા

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા દાનહ અને દમણ-દીવના નિર્માણનો થયો સૂર્યોદય

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

Leave a Comment