બુરલા ગામનો હિતેશ કામળી રાતે વાપી એકાએક કંપનીમાં નોકરીએ જવા માટે નિકળ્યો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: અંભેટી રોડ ઉપર પાવરગ્રીડ પાસે ગતરોજ રાત્રે ઘરેથી વાપી કંપનીમાં નોકરીએ જવા માટે નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા અકસ્માતમાંયુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અંભેટી નજીક બુરલા ગામના ખડુકવી ફળીયામાં રહેતો યુવાન હિતેશ પ્રભુભાઈ કામળી તેની યામાહા મો.સા. નં.જીજે 15 બી.એલ. 5697 લઈને ગતરાત્રે ઘરેથી નોકરીએ જવા નિકળ્યો હતો. હિતેશ વાપી જીઆઈડીસીમાં એકાપેકમાં નોકરી કરતો હતો. થર્ડશીફટમાં રાત્રે નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે પાવરગ્રીડ પાસે હિતેશે બાઈક ઉપર કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે ભટકાયું હતું. અકસ્માતમં ગંભીર ઈજાઓ થતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

