September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

રાજ્‍યમાં 15 હજાર ઉપરાંત ઈન્‍ડસ્‍ટ્રીઝ રજા આપશે : વી.આઈ.એ.એ ફેક્‍ટરીઓને ઈમેઈલ કરી જાણ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આગામી તા.01 ડિસેમ્‍બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્‍યચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન યોજાનાર છે. પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતને અને સૌરાષ્‍ટ્રમાં મતદાન યોજાશે તેથી મતદાનના દિવસે કંપની કર્મચારીઓ, કામદારો વધુમાં વધુ મતદાન કરી શકે એ માટે રાજ્‍ય સરકારે તો જાહેર રજાની જાહેરાત કરી દીધી છે છતાંય સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક વસાહતોની 15 હજાર ઉપરાંત ઈન્‍ડસ્‍ટ્રીઝએ મતદાનના દિવસે અર્ધ કે સંપૂર્ણ રજાની જાહેરાત કરી છે તે સાથે વાપી ઔદ્યોગિક વસાહત માટે વી.આઈ.એ. પણ વસાહતના ઉદ્યોગકારોને મતદાનના દિવસે રજા રાખવાની અપીલ કરી છે.
ગુજરાતની સામાન્‍ય ચૂંટણીમાં સમગ્ર નાગરિક સમુદાય મતદાન કરી શકે તેમાં કંપની કર્મચારી-કામદારો વંચિતના રહી જાય તે માટે અંકલેશ્વર, પાનોલી, સુરત પાંડેસરા તેમજ વલસાડ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોના એસોસિએશન દ્વારા મતદાનના દિવસે રજા રાખવાનો નિર્ણય લીધો છે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલએ પણ જણાવ્‍યું હતું કે, 01 ડિસેમ્‍બરે મતદાનના દિવસે મતદાન હેતુ માટે કર્મચારી-કામદારોની વસાહતમાં રજા રાખવા માટે ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ઈમેઈલથી જાણ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ એસોસિએશનો પણ જોડાયેલ છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

દમણના સાંસદ લાલુભાઈ પટેલના બનેવીને મળ્‍યો મંદિરમાં મોક્ષ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment