December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામના માણેકપુર ખાતે યોજાયેલી વારલી સમાજની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં 166 ટીમોએ લીધેલો ભાગ: ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની વારલી સમાજની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્‍ટ વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્‍ડ – માણેકપુર ખાતે રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્‍ટમાં કુલ 166 ટીમોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્‍ટનો શુભારંભ ઉમરગામધારાસભ્‍ય રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ ટુર્નામેન્‍ટની ફાઈનલ દિવ્‍યાંગ ઇલેવન-ડેહલી અને ઓમ સાઈ ઇલેવન- અણગામ વચ્‍ચે રમાડવામાં આવી હતી, જેમાં દિવ્‍યાંગ ઇલેવન ડેહલી વિજેતા રહી હતી.
આ અવસરે ધારાસભ્‍ય રમણલાલ પાટકરે વિજેતા ટીમને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, હારજીત એ રમતનો ભાગ છે, જેથી બધા ખેલાડીઓ ખેલદિલીની ભાવના રાખે તે જરૂરી છે.
આ ટુર્નામેન્‍ટમાં ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા, પૂર્વ ધારાસભ્‍ય શંકરભાઇ વારલી, જિલ્લા પંચાયત બાંધકામ સમિત ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત સભ્‍ય ઉષાબેન મસીયા, શર્મિષ્ઠાબેન ઘાટલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચિંતનભાઈ પટેલ, સભ્‍ય લલીતાબેન દુમાડા, સવિતાબેન વારલી, રાણીબેન સીંગડા, હેતલબેન વારલી, ઉર્મિલાબેન દુમાડા, ધનિષાબેન કોળી, સંતોષભાઈ વઘાત, લીમજીભાઈ ઓઝારીયા, ગૌત્તમભાઈ સનવાર, સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, સરપંચ સર્વે ભરતભાઈ વારલી, દિપકભાઈ વારલી, રાકેશભાઈ વઘાત, વીણાબેન ગીભલ, સુશીલાબેન બીજ, સવિતાબેન વાડકર, મીનાબેન પાટકર, હસુમતીબેન પાગી, કંચનબેન વરઠા, જાગળતિબેન રાબડ, વીણાબેન વેડગા, દક્ષાબેન દુમાડા સરીગામના અગ્રણી રાકેશભાઈ રાય, બી.એસ.સી.નર્સિંગ કોલેજના ચેરમેન કમલેશભાઈ, વિવિધ સમાજના આગેવાનો, ક્રિકેટ રસિકોએ ઉપસ્‍થિત રહી ટુર્નામેન્‍ટને સફળ બનાવી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું સફળ આયોજન રામદાસ વરઠા, પ્રતિક વારલી, દિનેશ પાગી, મહેશભાઈ મસીયા, ભરતભાઈ પાગી, વિજયભાઈ પાટકર, મિનેશભાઈ પાટકર, જીતુ પાટકર, વાસુભાઈ ટોકીયા વગેરેએ કર્યુ હતું.

Related posts

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં દિવાળી પૂર્વે તલાટીઓની થયેલી બદલીઓમાં કેટલાક વગદારોને આજુબાજુ પસંદગીની જગ્‍યાએ નિમણૂંકના મુદ્દે શરૂ થઈ રહેલો કચવાટ

vartmanpravah

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ વાપી નૂતન નગર સરદાર પટેલ ઉદ્યાનના ‘સરદાર પટેલ’ ઉજવણીમાં વિસરાઈ ગયા

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 12માં ફાઉન્‍ડેશન ડે ની કરાયેલી ઊજવણી

vartmanpravah

Leave a Comment