(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્હી મુલાકાત દરમિયાન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દાઓ ઉપર મહત્વની વાતચીત પણ કરી હતી.
અત્રે યાદ રહે કે, શ્રી રામ નાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે દમણની મુલાકાત લીધી હતી અને રામસેતૂ બીચ રોડ સહિત વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન પણ કર્યા હતા. તેઓ પ્રદેશના વિકાસથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને પ્રશાસકશ્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા.