January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જકાતનાકા બલીઠા પાસેથી એસ.ઓ.જી.એ દેશી બનાવટની પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

આરોપી વિશાલ ઉર્ફે ગંજુ જી.યુ. પાટીલ પાસેથી 25 હજારની કિંમતની પિસ્‍તોલ મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી એસ.ઓ.જી. આજે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે વાપી બલીઠા વલસાડી જકાતનાકા પાસેથી દેશી બનાવટની પિસ્‍તોલ સાથે એક યુવાનને ઝડપી પાડયોહતો.
એસ.ઓ.જી. પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર એ.યુ. રોઝ, પો.સ.ઈ. આર.કે. મિષાી, એ.એસ.આઈ. અશોકકુમાર, હે.કો. રમણ બહાદુરસિંહ, પો.કો. યુસુફભાઈ, પો.કો. મોહંમદ સુફી તથા પો.કો. નવિનકુમાર અને ટીમે આજે બલીઠા પુલ વલસાડ જકાતનાકા પાસેથી શંકાસ્‍પદ જણાતા યુવકને ઉભો રાખી તપાસ કરી નામ સરનામું પૂછતા યુવકે પોતાનું નામ વિશાલ ઉર્ફે ગંજુ જી.યુ. પાટીલ રહે.છરવાડા ગામ પ્રમુખ હિલ્‍સ સોસાયટી સામે જણાવેલું. તપાસ દરમિયાન આરોપી પાસેથી 25 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્‍તોલ મળી આવતા ધરપકડ કરી હતી. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ ચેઈન સ્‍નેચીંગનો ગુનો કરી ચૂક્‍યો છે. એસ.ઓ.જી.એ આરોપી વિરૂધ્‍ધ આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધાવી આરોપીને વાપી ટાઉન પોલીસને વધુ તપાસ માટે સુપર કર્યો હતો.

Related posts

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

‘વેલસ્‍પન ફાઉન્‍ડેશને’ વલસાડ જિલ્લાના 20થી વધુ ગામડાંઓની આજીવિકા મજબૂત કરવા માટે હાથ ધરેલો પ્રોજેક્‍ટ

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટરનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah

Leave a Comment