April 19, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20:
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના દેગામ ગામે રૂ.5 લાખના ખર્ચે નિર્માણ થનારા સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ બનનારા આ સ્‍મશાનગૃહ વિવિધ સમાજના લોકોને ઉપયોગી નીવડશે. અહીંના પ્રજાનોની જરૂરીયાતોને ધ્‍યાને લઇ દેગામને જોડતા રસ્‍તાઓમુખ્‍યમંત્રી સડક યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ બનાવવાનું આયોજન કરાશે, તેમ તેમણે જણાવ્‍યું હતું. ખેતી અને બાગાયત યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી તેનો લાભ લેવા જણાવ્‍યું હતું.
આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, દેગામ સરપંચ જયાબેન પટેલ, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, અગ્રણી સુરેશભાઈ પટેલ, રજનીભાઇ, નગીનભાઈ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

વાપી જીઆઇડીસી રાઇટર સેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી રૂા. 16 લાખની લૂંટના ગુનામાં ચાર આરોપીઓને પકડી પાડતી વલસાડ જીલ્લા એસઓજી અને એલસીબી

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

વાપી હાઈવે ઉપર હંગામી કામ ચલાઉ એસ.ટી. ડેપોની તૈયારી પુરજોશમાં

vartmanpravah

Leave a Comment