October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

ડોકમરડી ખાતે નિર્માણાધિન બ્રિજની સાઈડ પરના કામચલાઉ રસ્તા પર ખાડામાં પાણી ભરાવાથી ટ્રકે મારેલી પલ્ટી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. સેલવાસના ડોકમરડી ખાતે બની રહેલ નવા બ્રિજના કારણે સાઈડ પરથી કામચલાઉ રસ્‍તા પર ખાડામાં પાણી ભરાયા હતા જેના કારણે ટ્રકનું સંતુલન નહીં રહેતા પલ્‍ટી મારી ગઈ હતી. ટ્રક સાઈડ પર પલ્‍ટી હતી જેના કારણે ચાલક ફસાઈ ગયો હતો. જેને આજુબાજુના દુકાનદારોએ દરવાજો તોડી બહાર કાઢયો હતો.
જ્‍યારે મસાટથી લઈ રખોલી સુધી રસ્‍તાનું કામ ચાલતુ હોવાને કારણે અને અધુરા કામને કારણે વારંવર ટ્રાફિકજામના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. આજે સેલવાસમાં 138.6 એમએમ પાંચ ઇંચથી વધુ અને ખાનવેલમાં 91.8 એમએમ 3.36 ઇંચ વરસાદ વરસ્‍યો હતો. મધુબન ડેમનું લેવલ 65.80મીટર છે અને ડેમમાં પાણીની આવક 1425 ક્‍યુસેક અને જાવક 212 ક્‍યુસેક છે.

Related posts

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજે શિક્ષણને પ્રોત્‍સાહન આપવા શરૂ કરી કવાયત

vartmanpravah

Leave a Comment