ઓલ ઈન્ડિયાક્રિકેટ એસો. ફોર ફિઝીકલ ચેલેન્જડના પ્રમુખ
પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપી ચલામાં આવેલ મેરિલ એકેડમી સુશ્રૃત હોલમાં બુધવારે સાંજે ઓટિઝમ પર જાગૃતિ લાવવા એક વિશિષ્ઠ અધિવેશન યોજાયું હતું. વાપીની સામાજીક સંસ્થાઓ દ્વારા આયોજીત આ અધિવેશનમાં ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશનમાં આમંત્રિત શહેરીજનો, શાળા, કોલેજના વિદ્યાર્થીઓને ઓટિઝમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ ભ્રમને નાબુદ કરવા ઉદ્યોગ સાહસિક ભાવિન દેસાઈએ મિતલ પોટનીશ સાથે મળી આયોજન કર્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ક્લબ ઓફ દમણ, જે.સી.આઈ. વાપી, ઈસ્કોન વાપી, સી.એસ. ઈન્ફોકોમ તેમજ ઓટિઝમ કનેક્ટ ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસો. ફોર ફિઝિકલ ચેલેન્જડના પ્રમુખ પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી, પદ્મશ્રી ગફુર બિલખીયા, મુંબઈ પોર્ટ, ટ્રસ્ટ કમિટી મેમ્બર, વેલ્યુઅર એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અવિનાશ પેન્ડસે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. બી.એન. દવે, પાલિકા ઉપ પ્રમુખ અભય શાહ સહિત ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.