Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20:

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામે રૂ.14 લાખના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ભવન તેમજ રૂ.5.50 લાખના ખર્ચે આંગણવાડીના નવા બનાવવામાં આવનારા નવામકાનનું ખાતમુહૂર્ત નાણાં, ર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગામના અનેકવિધ વિકાસના કામો સહિત આખા ગામનો વહીવટ ગ્રામ પંચાયતના માધ્‍યમથી થાય છે. સમગ્ર રાજ્‍યમાં વધુમાં વધુ વિકાસકાર્યો થાય તે માટે પંચાયતથી લઈ પાર્લામેન્‍ટ સુધીના પદાધિકારીઓ સતત કાર્યરત રહે છે. કવાલ ગામનો રસ્‍તો નવો બની રહયો છે તેમજ તંબાડી ગામે 66 કે.વી સબસ્‍ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.
આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મૂડીછે. ગામના અનેકવિધ વિકાસના કામો અને સરકારની યોજનાઓની કામગીરી પણ ગ્રામ પંચાયત ખાતેથી થાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અનેક વિકાસકાર્યો ચાલી રહયા છે. પાણી પુરવઠાની નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, તાલુકા વિકાસ અધિકારી, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ અગ્રણી મહેશભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો, આંગણવાડી વર્કરો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

દમણઃ કચીગામ બારમાં સામાન્‍ય ઝઘડામાં વાપીના વેટરનરી ડોક્‍ટરના પુત્રની હત્‍યાઃ બે યુવક ઘાયલ

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

Leave a Comment