January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે આજરોજ રૂપિયા 15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં રૂ.5 લાખના ખર્ચે સરીગામ મુક્‍તિધામ ખાતે આરસીસી નાળાનું બાંધકામ કરવામાં આવશે અને રૂપિયા દસ લાખના ખર્ચે ઈમરાનગર, ગોકુળ પાર્ક, શિવનગર, દક્ષિણી ફળિયા, બજાર વિસ્‍તાર તેમજ ડુંગળી ફળિયામાં પેવર બ્‍લોક બેસાડવામાં આવશે એવી માહિતી સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને અગ્રણી શ્રી રાકેશભાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે પંચાયતના સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ શ્રી સંજયભાઈ ભાંગડા, અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, વિનોદભાઈ ઠાકુર, વિક્રાંતભાઈ આરેકર, બાપુ સર, પંચાયતના સભ્‍યો શ્રી દલપતભાઈ ગંજાડીયા, શ્રીમતી મંજુબેન બીજ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment