ઈસરોના ચેરમેનશ્રીએ દીવની વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ દીવની પણ લીધેલી મુલાકાતઃ કલેક્ટર ભાનુ પ્રભાની આગેવાનીમાં પ્રશાસનિક અધિકારીઓએ કરેલું ભવ્ય સ્વાગત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.28 : કેન્દ્ર શાસિત દીવના લોકો માટે આજનો દિવસ ખુશીનો દિવસ રહ્યો હતો. કારણ કે, આપણાં દેશને ચંદ્ર પર પહોંચાડનાર ઈસરોના ચેરમેન ડો. શ્રીધર પરિકર સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ દીવના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે દીવવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આ પહેલાં ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેનશ્રીએ ગુજરાતના સોમનાથ ખાતેના મનોરન્ય દરિયાકિનારે સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને સમગ્ર દેશની સુમ-સમૃદ્ધિ માટેની કામના કરી હતી. ત્યારબાદ તેઓ મોટર માર્ગે પોલીસ બંદોબસ્ત સાથે દીવ ખાતે પહોંચ્યા હતા. દીવ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, એસ.પી. શ્રી પિયુષ ફુલઝેલે, અધિક કલેક્ટર શ્રી વિવેક કુમાર, ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રાએ સર્કીટ હાઉસ ખાતે ડો. એસ. સોમનાથનું પુષ્પગુચ્છ અર્પણ કરીને અને દીવના ઐતિહાસિકપાણી કોઠો, ચર્ચના સ્મૃતિચિન્હ ભેટ અર્પણ કરીને ઉષ્માસભર સ્વાગત-અભિવાદન કર્યું હતું.
આ પહેલાં ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથ વહેલી સવારે રેલ મારફતે સોમનાથ પહોંચતા રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા સંગઠન દ્વારા ઉમળકાભેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. અહીં આયોજીત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ ઇસરો દ્વારા હજુ ઘણાં બધા પ્રોજેક્ટ લોન્ચ કરાશે અને નાસા સાથે પણ મહત્વનો નાઈસા પ્રોજેક્ટ શરૂ થશે.
ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. એસ. સોમનાથનું સંસ્કળત પાઠશાળોના ઋષિકુમારો દ્વારા પણ મંત્રોચ્ચાર સાથે સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. એસ. સોમનાથે સોમનાથ મહાદેવને જલાભિષેક અને સોમેશ્વર મહાપૂજા કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલ મહાગણેશ યજ્ઞમાં ભાગ લીધો હતો સોમનાથ મહાદેવ પાસે ભવિષ્યના પ્રોજેક્ટ માટે આશીર્વાદ મેળવ્યા હતા.
ચંદ્રયાનના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ હવે ઈસરોના મેક્સ મિશન એક્સપો સાઈટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જેની મદદથીબ્લેક હોલની જાણકારી મેળવવામાં આવશે. તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બરમાં ઇન્સેક્ટ રેડિયસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. જે આપણું કલાઈમેટ સેટેલાઇટ છે. જેની મદદથી દરેક વાતાવરણને લગતા ચાર્ટ આપણે મેળવીએ છીએ. ત્યારબાદ એસએસએલવીનું ત્રીજું લોન્ચ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થશે અને ત્યારપછી ભારત અને અમેરિકાએ મળીને નાઇસા મિશનની તૈયારી કરી છે, જે લોન્ચ કરવામાં આવશે. તેની નિર્માણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાની ડો. એસ. સોમનાથે આપી હતી. ઉપરાંત એક મહત્વપૂર્ણ લાન્ચિંગ થવાનું છે, જેનું નામ છે ટેસ્ટ વેહિકલ ડી1. જે અબોર્ડ મિશનને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.