Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

દમણ ન.પા. દ્વારા સોમ અને મંગળવારે મોટી દમણ અને નાની દમણ વિસ્‍તારમાં શરૂ કરેલા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત જાહેરમાં કચરો નાંખવા બદલ રર1 પાસેથી વસૂલ કરાયેલો રૂા.1પ હજારનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.રર
દમણ નગર પાલિકા દ્વારા 21મી અને 22મી ફેબ્રુઆરીના રોજ મોટી દમણ વિસ્‍તાર, મીટનાવડ, ખારીવાડ, બસ સ્‍ટેન્‍ડ, દિલીપ નગર, નારાયણ પાર્ક અને દેવકા રોડ પર રસ્‍તાઓની સાથે અને ખાલી પ્‍લોટ અને અન્‍ય ખાલી જગ્‍યાઓ પર પ્‍લાસ્‍ટિક કચરો/કચરો સાફ કરવા અંગેની ઝુંબેશ શરૂ કરવામાંઆવી હતી.
જે દરમિયાન આસપાસના વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાળવવા સ્‍થાનિક લોકો અને દુકાનદારોને પણ જાગળત કરવામાં આવ્‍યા હતા. જાહેરમાં કચરો નાંખવા બદલ કુલ રર1 પાસેથી રૂા.15000 જેટલો દંડ વસૂલવામાં આવ્‍યો હતો.
દમણ નગર વિસ્‍તારને સંપૂર્ણ કચરામુક્‍ત અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક ફ્રી બનાવવા માટે આગામી દિવસોમાં આ જ પ્રકારના અભિયાન વિવિધ વોર્ડમાં અન્‍ય વિસ્‍તારોમાં પણ ચાલુ રહેશે. રહેવાસીઓ અને વેપારી સંસ્‍થાઓને પણ આ અભિયાનમાં ભાગ લેવા દમણ નગર પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

મધ્‍યરાત્રીએ પારડી પોલીસના સપાટો: બેફામ ઝડપે પીકઅપ ચલાવતા 15 જેટલા પિકઅપ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment