Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડઃ તા. 24: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કુંતા, કુંતેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સેમિનારમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ સેશ્‍માએ પોલીસ વિભાગ દ્વારા અપાતી સેવાઓ તેમજ પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેમજ મહિલાઓને કોઇપણ વિકટ પરિસ્‍થિતિમાં પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડી રહી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે ઉપસ્‍થિત મહિલાઓ સાથે તેમને પડતી મુશ્‍કેલીઓ અંગે પ્રશ્‍નોત્તરી કરી તેનું જરૂરી નિરાકણ કર્યું હતું. ફિલ્‍ડ ઓફિસર ડો. પરિક્ષિત વાઘેલાએ બાળ અને મહિલા વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તેમજ કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંગે સવિસ્‍તર જાણકારી આપી હતી. એવોકેટ શોભના દાસે મહિલાલક્ષી કાયદાઓ અંગે, પોલીસ ઇન્‍સ્‍પેકટર વી. જી. ભરવાડે સાઇબર ક્રાઇમ અંગે જ્‍યારે પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વાપીના કરિશ્‍માબેન ઢીમ્‍મરે અને સખી વન સ્‍ટોપ સેન્‍ટર વલસાડના સંચાલક ગીરીબાળા આચાર્યએ તેમના સેન્‍ટર દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી કામગીરી અંગે વિસ્‍તૃત જાણકારી આપી મુશ્‍કેલીના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કયો હતો. 181 મહિલા અભય હેલ્‍પલાઇનના કંચનબેન ટંડેલે તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીની જાણકારી આપવા ઉપરાંત હેલ્‍પલાઇનની એપ ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાંમહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના કર્મીઓ, વાપી અને દમણમાં કામ કરતી મહિલાઓ, સુપરવાઇઝરો, અન્‍ય કર્મચારીઓ તેમજ મહિલા વિંગની વિવિધ યોજનાના કર્મીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીની રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

vartmanpravah

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્‍તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment