April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડઃ તા. 24: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કુંતા, કુંતેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સેમિનારમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ સેશ્‍માએ પોલીસ વિભાગ દ્વારા અપાતી સેવાઓ તેમજ પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેમજ મહિલાઓને કોઇપણ વિકટ પરિસ્‍થિતિમાં પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડી રહી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે ઉપસ્‍થિત મહિલાઓ સાથે તેમને પડતી મુશ્‍કેલીઓ અંગે પ્રશ્‍નોત્તરી કરી તેનું જરૂરી નિરાકણ કર્યું હતું. ફિલ્‍ડ ઓફિસર ડો. પરિક્ષિત વાઘેલાએ બાળ અને મહિલા વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તેમજ કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંગે સવિસ્‍તર જાણકારી આપી હતી. એવોકેટ શોભના દાસે મહિલાલક્ષી કાયદાઓ અંગે, પોલીસ ઇન્‍સ્‍પેકટર વી. જી. ભરવાડે સાઇબર ક્રાઇમ અંગે જ્‍યારે પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વાપીના કરિશ્‍માબેન ઢીમ્‍મરે અને સખી વન સ્‍ટોપ સેન્‍ટર વલસાડના સંચાલક ગીરીબાળા આચાર્યએ તેમના સેન્‍ટર દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી કામગીરી અંગે વિસ્‍તૃત જાણકારી આપી મુશ્‍કેલીના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કયો હતો. 181 મહિલા અભય હેલ્‍પલાઇનના કંચનબેન ટંડેલે તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીની જાણકારી આપવા ઉપરાંત હેલ્‍પલાઇનની એપ ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાંમહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના કર્મીઓ, વાપી અને દમણમાં કામ કરતી મહિલાઓ, સુપરવાઇઝરો, અન્‍ય કર્મચારીઓ તેમજ મહિલા વિંગની વિવિધ યોજનાના કર્મીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

મલીયાધરા ગામે મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં બાઈકની પાછળ બેસેલ મહિલાનું પટકાતા મોત

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

Leave a Comment