October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

વલસાડઃ તા. 24: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોવિડ-19 ના રોગચાળાને કાબુમાં લેવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્‍ય સરકાર દ્વારા ટેસ્‍ટ-ટ્રેક-ટ્રીટમેન્‍ટના ત્રિસૂત્રથી આ રોગના દર્દીઓને વહેલા શોધી સમયસર સારવાર કરવામાં આવે છે, જેના થકી હાલ કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોના મહામારીના થર્ડવેવમાં તા.23મી ફેબ્રુઆરી, 2022ના રોજ કોવિડ-19 પોઝિટિવનો એકપણ કેસ નોંધાયો નથી, આ અગાઉ તા.29/11/2021ના રોજ કોવિડ-19નો એકપણ કેસ નોંધાયો ન હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ માસ દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો જોઈએ તો ડિસેમ્‍બર-2021માં 114 કેસ, જાન્‍યુઆરી-2022માં 5887 કેસ અને ફેબ્રુઆરી-22માં તા.23મી સુધી 416 કેસ નોંધાયા હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

Leave a Comment