July 29, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ અને રેવન્‍યુ સચિવ ગૌરવ સિંહ રાજાવતની પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની પહેલથી આવતી કાલે દમણ જિલ્લામાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ તરીકેઉજવવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશમાં આદતોને બદલવાના શરૂ થયેલા અભિયાનને વધુ વેગ મળે એ હેતુથી ગત તા. 13મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશમાં યોજાયેલા સ્‍વચ્‍છતા દિવસ બાદ ફરી એકવાર આવતી કાલે ‘સ્‍વચ્‍છતા દિવસ’ ઉજવાય રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્‍યો તથા કાઉન્‍સિલરોને પણ પોતાના વોર્ડની જવાબદારી સુપ્રત કરી વિવિધ પંચાયતો અને નગર પાલિકાના વોર્ડદીઠ સુપરવાઈઝરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવેલ છે.

Related posts

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

vartmanpravah

Leave a Comment