January 17, 2026
Vartman Pravah
Other

લ્‍યો, કરો વાત..! દમણ જિ.પં.માં થયેલા સત્તા પરિવર્તનની તર્જ ઉપર દમણ ન.પા.ના પ્રમુખને હટાવવા પણ ઘડાતો તખ્‍તો

દમણ ન.પા.ના પ્રમુખ સોનલબેન પટેલની જગ્‍યાએ બેસવા કસદાર મહત્‍વકાંક્ષીઓએ શરૂ કરેલું પોતાનું લોબિંગઃ અવિશ્વાસ દરખાસ્‍ત ઉપર પણ સહી લેવાની શરૂ થયેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 04
દમણ જિલ્લા પંચાયતમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તનની તર્જ ઉપર દમણ નગર પાલિકામાં પણ પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલને હટાવવા માટેનો તખ્‍તો ઘડાય રહ્યો હોવાની જાણકારી મળી છે અને આવતા દિવસોમાં શ્રીમતી સોનલબેન પટેલની જગ્‍યાએ બેસાડવા કસદાર મહત્‍વકાંક્ષીઓએ પોતાનું લોબિંગ પણ શરૂ કરી દીધુ હોવાની જાણકારીમળી રહી છે.
દમણ નગર પાલિકાના કાઉન્‍સિલરો પાસે અવિશ્વાસ દરખાસ્‍ત ઉપર સહી લેવાની કવાયત ફરી શરૂ થઈ છે. નજીકના ભૂતકાળમાં લગભગ પાંચથી છ વખત આ પ્રકારની એક્‍સરસાઈઝ થઈ ચૂકેલ હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ આ વખતે ભાજપ હાઈકમાન્‍ડના પણ છુપા આશીર્વાદ હોવાનું મહત્‍વકાંક્ષી કાઉન્‍સિલરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, દમણ જિલ્લા પંચાયતના તત્‍કાલિન પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સામે જિલ્લા પંચાયતના સભ્‍યોમાં કોઈ અસંતોષ નહી હોવા છતાં તેમની પ્રમાણિક છબી અને સ્‍વભાવમાં રહેલી શાલીનતા તેમને નડી ગઈ હોવાનું બહુમતી લોકોનું માનવું છે.
ભૂતકાળમાં દમણ નગર પાલિકા અને જિલ્લા પંચાયતના સભ્‍યોની ખરીદદારી થતી હતી. પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પક્ષાંતર ધારાના શરૂ થયેલા કડક અમલથી તમામ રાજકીય પક્ષો અને બળવાખોર સભ્‍યો પણ અનુશાસનમાં આવ્‍યા હતા. પરંતુ દમણ જિલ્લા પંચાયતમાં કોઈ અગમ્‍ય કારણોસર થયેલા સત્તા પરિવર્તન બાદ હવે દમણ નગર પાલિકાના પ્રમુખને બદલવાનો પવન શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે.

Related posts

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ બ્રાહ્મણ સેવા સમિતિમાં રૂા.75 લાખની થયેલી ગોબાચારી : સંઘપ્રદેશ પ્રશાસન તથા સેલવાસ અને ગુજરાત પોલીસને કરાયેલી ફરિયાદ

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

vartmanpravah

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

Leave a Comment