Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

સભામાં વર્ષ ર0રર-ર3નું અંદાજીત 75 લાખનું બજેટ રજૂ થતા પંચાયતના 8 સભ્‍યો પૈકી પ સભ્‍યોએ વિરોધ નોંધાવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06
વાપ નજીક આવેલ નામધા ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્‍ય સભા તોફાની અને ગરમાગરમી વચ્‍ચે વર્ષ ર0રર-ર3નું અંદાજપત્ર નામંજુર થયું હતું.
નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભાનું આયોજન ગત શુક્રવારના રોજ સરપંચ વર્ષાબેનનિલેશભાઈ પટેલ તેમજ તલાટી મંત્રી શ્રી નિલેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં થયું હતું. સામાન્‍ય સભામાં વર્ષ ર0રર-23નું રૂા. 75 લાખનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્‍યું હતું. જેનો પંચાયતના 8 સભ્‍યોમાં ઉપ સરપંચ સહિત પ સભ્‍યોએ વિરોધ કર્યો હતો. તેની સભામાં ગરમાગરમી છવાઈ જવા પામી હતી.
તેથી સરપંચે સભા મુલતવી હતી. બીજા દિવસે ફરી 3.00 કલાકે સામાન્‍ય સભા યોજાઈ હતી. તેમા પણ સહમતી નહી થતા બજેટ નામંજુર કરી દેવામાં આવ્‍યું હતું. નામધા પંચાયતના સત્તાપક્ષ અને વિરોધપક્ષમાં કેટલાક ભાજપી નેતાની આંતરીક દખલ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું હતું.

Related posts

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment