Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

મહિલાઓમાં રહેલી સુષુપ્ત શકિત બહાર લાવવા જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર

નવસારીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી બીલીમોરા સોમનાથ મંદિરના  મોહનલાલ ચુનીલાલ સાંસ્કૃતિક ભવન ખાતે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

        આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે મહિલાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહિલા માટે ખૂબ જ મહત્વનો  છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. રાજય સરકારની આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા સેતુ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન સહિત અનેકવિધ યોજનાઓ જાણકારી આપી, તેનો લાભ લેવા જણાવ્યું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનવા સાથે સ્વરક્ષણ માટે તાલીમ લેવા જણાવ્યું હતું. શિક્ષિત મહિલા કુરિવાજો અને સમાજમાં પેશી ગયેલાં દુષણોને ડામવા માટે સમર્થ બને છે. મહિલાઓમાં રહેલી સુષુપ્ત શકિત બહાર લાવી આગળ વધવા જણાવ્યું હતુ.

            આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે મહિલાઓને જણાવ્યું કે, આજે નારી શકિતનો દિવસ છે. તમે જે પણ કંઇ કામ કરો તેમા ધ્યેય રાખી આગળ વધો તો તમને ચોકકસ સફળતા મળશે. મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. જયારે માતા કિશોરી વયની હોઇ ત્યારે પોષણક્ષમ આહાર ન લઇ તો બાળક કુપોષણ જન્મે છે. જેથી કિશોરી વયની  હોઇ ત્યારે જ પોષણક્ષમ આહાર લેવા જણાવ્યું હતું. જિલ્લામાં અધિકારીઓ/પદાધિકારીઓએ કુપોષિત બાળકને દત્તક લીધા છે. આગામી ત્રણ માસમાં નવસારી જિલ્લાને કુપોષિત મુકત બનાવવાનું અભિયાન છે.

        માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ કરતાં આગળ છે. શિક્ષણક્ષેત્રમાં પણ મહિલાઓ આગળ છે. મહિલાઓ મજબૂત બને તે માટે સ્વરક્ષણની તાલીમ લેવા જણાવ્યું હતું. કોઇપણ જગ્યાએ મહિલાઓ પર અત્યાચાર થતો હોઇ તો તેનો વિરોધ કરવો જોઇએ. અને મહિલા કાયદાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

        કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રની મહિલઓને શાલ અને સન્માનપત્રો જયારે જિલ્લાકક્ષા માતા યશોદા એવોર્ડ, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા હતાં.આ અવસરે રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

            કાર્યક્રમના પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રંજનબેન પટેલે મહેમાનોને આવકાર્યા હતાં. અંતમાં દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી ગામિતે આભારવિધિ આટોપી હતી.

        આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, મહિલા, બાળવિકાસ અને યુવા સમિતિના અધ્યક્ષા શ્રીમતી ભારતીબેન,  ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, પ્રાંત અધિકારી શ્રી અમિતકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાવસાર સહિત મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો દબદબાભેર પ્રારંભ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

Leave a Comment