જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પદે વરાતા હવે ફાલ્ગુનીબેન પટેલ પાસે રખાતી વધુ અપેક્ષાઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28
દમણ જિલ્લા પંચાયતની દમણવાડા બેઠકની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલનું આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. તેઓ દમણવાડા બેઠક ઉપરથી બિનહરીફ વિજેતા થયા હતા.
એક વર્ષના કાર્યકાળમાં દમણવાડા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી બહેનોને સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બારિયાવાડ અને પલહિતના સેલ્ફ હેલ્પ ગ્રુપો મોખરે છે. પાપડ,અચાર બનાવી અને મશરૂમની ખેતી કરી મહિલાઓ સ્વનિર્ભર તરફ વળી રહી છે.
દમણવાડા વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલની વરણી દમણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે થતા વિવિધ વિકાસ કામોને પણ ગતિ મળશે એવી આશા પ્રબળ બની છે.