September 5, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

રૂા.1.75 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી હાથ ધરેલી કાયદેસરની કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.15: બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્‍તારમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે તાલુકાના રાનવેરી ખુર્દ ગામના માહ્યાવંશી મહોલ્લાની બાજુમાં આવેલ કોતરવાળી ખુલ્લી જગ્‍યામાં રેડ કરતા ગંજીપાનાનો જુગાર રમતા રાકેશ છોટુભાઈ રાઠોડ (રાનવેરી ખુર્દ માહ્યાવંશી મહોલ્લો હરિજનવાસ તા.ચીખલી), જયદીપ ગણેશભાઈ પટેલ (રહે. દોલધાગામ મોટા ફળિયું તા.વાંસદા), ધર્મેન્‍દ્ર મગનભાઈ પટેલ (રહે.ખુડવેલ મંદિર ફળિયું તા.ચીખલી), વિપુલ ઉમેદભાઈ પટેલ (રહે. સાબાગામ મેડિયા ફળિયું તા.મહુવા જિ.સુરત), મેહુલ નટુભાઈ પટેલ (રહે.મજીગામ છાપરા ફળિયું તા. ચીખલી), સતીશ ચંદ્રસિંહ પરમાર (રહે.રાનવેરી કલ્લા ગામતળ ફળિયું તા. ચીખલી), હિરેન શાંતિલાલ પટેલ (રહે.નીલકંઠ સોસાયટી એલ.પી.સવાણી સ્‍કૂલ સામે અડાજણ સુરત), મુકેશ રમણ રાઠોડ (ખરોલીગામ બસ સ્‍ટોપ ફળિયું તા. ચીખલી), ઇમરાન ફકીર મંગેશ (રહે. આલીપોર પટેલ ફળિયું તા. ચીખલી), જીતેન્‍દ્ર ધીરૂભાઈ પટેલ (રહે. કચીગામ પારસીફળિયું તા.જિ.વલસાડ), રાકેશ મગનભાઈ પટેલ (રહે.એરૂગામ મોટા ફળિયું તા.જલાલપોર જિ.નવસારી), દિનેશ હીરાભાઈ પટેલ (રહે.એરૂગામ મોટા ફળિયું તા.જલાલપોર)ને ઝડપી પાડયા હતા. જ્‍યારે પોલીસની રેડ જોઈ નાસી જનાર રિતેશ માધુભાઈ રાઠોડ (રહે.ખરોલી માહ્યાવંશી મહોલ્લો હરિજનવાસ તા.ચીખલી)ને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.
પોલીસે ઝડપેલા 12જેટલા જુગારીઓની અંગઝડતીમાંથી રોકડ રૂા.48,430/, દાવ ઉપરના રોકડા રૂા.12,000, બે મોબાઈલ રૂા.500/, નાલ પેટે ઉઘરાવેલ રોકડા રૂા.3,500/ તેમજ અન્‍ય 16 જેટલા મોબાઈલ કિંમત રૂા.1,11,500/ મળી કુલ્લે રૂા.1,75,430/ નો મુદ્દામાલ કબ્‍જે કરી બનાવની ફરિયાદ નવસારી એલ.સી.બી.ના હે. કો. ગણેશ દીનુએ કરતા વધુ તપાસ બીલીમોરાના પીએસઆઇ ડી.આર.પઢેરિયા કરી રહ્યા છે.

Related posts

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment