Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ અને નહેર ઉપર થતાં અતિક્રમણ સામે અખત્‍યાર કરેલી નો-ટોલરેન્‍સ’ની નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)દમણ, તા.14
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાભેલમાં નહેર ઉપર કરવામાં આવેલા અતિક્રમણ અને નાની દમણ ફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદે કરેલા બાંધકામને આજે હટાવવામાં આવ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સરકારી જમીન અને નહેર ઉપર કરાયેલા દબાણ સામે ‘નો- ટોલેરન્‍સ’ની નીતિ અખત્‍યાર કરવામા આવેલ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ સામે ખુબ જ આક્રમક વલણ ધરાવે છે. જેના કારણે કોઈપણ સરકારી અથવા નહેરની જમીન ઉપર કરાયેલા દબાણને સ્‍વયં દ્વારા દુર કરવા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે અને જો સ્‍વયં દ્વારા ગેરકાયદે દબાણ દુર નહી કરાયું તો પ્રશાસન અતિક્રમણને દુર કરવા પોતાની ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related posts

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

Leave a Comment