December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

વલસાડ જિલ્લામાં અંદાજે ૫૪ હજાર બાળકોને કોર્બેવેક્‍સ રસીકરણનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: કોરોના વાઇરસની ત્રીજી લહેર તથા નવા વેરીયન્‍ટ ઓમિક્રોનનાં કેસોની ગતિ હાલ મંદ પડી છે. કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટેના પ્રયત્‍નો અને અટકાયતી પગલાંના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોવિડ – ૧૯ રોગપ્રતિકારક રસીકરણ અભિયાનનાં પ્રથમ તબક્કામાં હેલ્‍થ કર્મીઓ અને ફ્રન્‍ટલાઇન વર્કરોને, બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયનાં અને ૪૫ વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું છે, અને હાલ ત્રીજા તબક્કામાં ૧૫ થી ૧૮ વર્ષ તેમજ ૧૮ વર્ષથી વધુ વયનાં વ્‍યક્‍તિઓને રસીકરણની કામગીરી ખુબજ સુંદર રીતે ચાલી રહી છે.

હાલમાં કેન્‍દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષ વચ્‍ચેનાં બાળકોને કોરોના મહામારીનાં સંક્રમણથી રક્ષણ આપવા માટે તા. ૧૬/૦૩/૨૦૨૨ થી રસીકરણની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૨૦૦૮, ૨૦૦૯ અને ૧૫મી માર્ચ ૨૦૧૦ પહેલાં જન્‍મેલા તમામ બાળકો આ રસીકરણ માટે પાત્રતા ધરાવશે. જે અનુસાર વલસાડ જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના વયજુથમાં અંદાજીત ૫૪ હજાર બાળકોને કોર્બેવેકસ રસી આપવાનું સુચારુ આયોજન જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું છે. બાળકોનાં રસીક૨ણ માટે કો-વીન પોર્ટલ ઉપરાંત રસીકરણ કેન્‍દ્રો ઉપર સ્‍પોટ રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. વેક્‍સિન સ્‍લોટ બુકિંગ માટે બાળકોનાં આધાર કાર્ડ અને અન્‍ય ઓળખપત્રનો ઉપયોગ કરી શકશે. શાળાએ જતા બાળકોને શાળામાં અને શાળાએ ન જતા બાળકોને ઘરે-ઘરે જઇને રસી આપવામાં આવશે.

૧૨ થી ૧૪ વર્ષનાં વય જુથનાં બાળકો કોવિડ- ૧૯ ૨સીક૨ણનો વધુમાં વધુ બાળકો લાભ લે એ માટે બાળકોનાં વાલીઓને જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની અને મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. રસીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયત, વલસાડની https://valsaddp.gujarat.gov.in/  વેબસાઇટ ઉપર દૈનિક ધોરણે ઉપલબ્‍ધ કરવામાં આવશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારતા સવાર માતા-પુત્રી પૈકી માતાનું મોત

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

Leave a Comment