ફાયરિંગ કરનાર આરોપીની પોલીસે કરેલી ધરપકડઃ સિક્યુરીટી ગાર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે બપોરે લગભગ 2:45 વાગ્યાના અરસામાં પોલીસને સૂચના મળી કે સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ ઉપર કોઈઅજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. સૂચના મળતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત સિક્યુરીટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયો હતો અને ગોલી મારનાર વ્યક્તિની પરપકડ કરી હતી.
કલારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રવિવારે બપોરે 2:45 વાગ્યાની આસપાસ સેલો કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. પોલીસે ગોળી મારનાર આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઈજાગ્રસ્ત સિક્યુરીટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાયો છે અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.