October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: સફાઈ ઝુંબેશને પ્રારંભ માટે ચીખલી પધારેલા સાંસદ અને પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ ધારાસભ્‍ય નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખડો.અમીતાબેન પટેલ, ભાજપ પ્રમુખ મયંકભાઈ, પૂર્વ તાલુકા કારોબારી ચેરમેન ધર્મેશભાઈ, નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈ ટી સેલના ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતના દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખેડૂતોને થયેલા નુકશાનનું સર્વે કરી ખેડૂતોને વળતર આપવા ઉપરાંત પાણીના નિકાલની વ્‍યવસ્‍થા સાથે કાવેરી નદીનું ધોવાણ અટકાવવા માટેનું કાયમી નિરાકરણ માટે રજુઆત કરાઈ હતી. જેમાં સી.આર.પાટીલ દ્વારા હકારાત્‍મક અભિગમ દાખવી સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જ્‍યારે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે સ્‍થાનિક આગેવાન અને ભાજપ કિસાન મોરચાના આઈ ટી સેલના ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતનને સાથે રાખી સર્વે કરવા માટે પ્રાંત અધિકારીને જણાવ્‍યું હતું.
આ ઉપરાંત સમરોલી-થાલાની હદમાં હાઈવે પર ઉભરાતી ડ્રેનેજથી ફેલાતી ગંદકી તથા અધૂરી સર્વિસ રોડ માટે પણ રજુઆત કરાતા સી.આર.પાટીલે હાઇવે ઓર્થોરિટીના અધિકારીને સમસ્‍યાના નિરાકરણ માટે સ્‍થળ નિરીક્ષણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત ચીખલીને આસપાસના ગામો સાથે જોડી નગરપાલિકા જાહેર કરવા પણ રજૂઆત કરાઈ હતી.

ચીખલીના સરપંચ વિરલભાઈ પટેલ દ્વારા ચીખલીમાં ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટે જેટિંગ મશીન, નવા ફિલ્‍ટર પ્‍લાન સાથે વોટરવર્કસની નવી યોજના તેમજ ચીખલી તાલુકા મથક, વેપારી મથક હોય વેપારી મંડળની રજૂઆતને ધ્‍યાનમાં રાખી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે પોલીસ પ્રશાસનને જરૂરી સૂચના આપવા રજૂઆત કરી હતી.

Related posts

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

Leave a Comment