October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

દમણ બસપા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ મોહમ્‍મદ ગોસ દાંડેકર દ્વારા કાર્યકરોને આપવામાં આવેલું માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ બહુજન સમાજ પાર્ટી દ્વારા બામસેક ડી.એસ.ફોર અને બહુજન સમાજ પાર્ટીના સંસ્‍થાપક કાશીરામની તા. 1પ માર્ચના દમણના પ્રદેશ પાર્ટી કાર્યાલયમાં જન્‍મજયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બહુજન નાયક કાશીરામના બલિદાનનેયાદ કરીને સમાજને પ્રેરણા આપતી ઘટનાઓને ઉજાગર કરવામાં આવી હતી. ઉપસ્‍થિત કાર્યકરોએ તેમના વિચારો લોકો સુધી પહોંચાડીને સમાજમાં જાગળતિ લાવવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી શ્રી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર શ્રી ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી મોહમ્‍મદ ગોસ દાંડેકર, ઉપપ્રમુખ પ્રેમપાલ સિંહ, પ્રદેશના મહામંત્રીશ્રી મિનેશભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી શ્રી લક્ષ્મીજીભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રદેશ મહાસચિવ શ્રી શંકર ગૌતમ, મહાસચિવ શ્રી મોહનમવ દયાલા, પ્રદેશ સચિવ જ્‍યોત્‍સનાબેન સુર્યવંશી, સંગઠન મંત્રી શ્રી સકીલ લતીફ ખાન, શ્રી કલીમ લાલા, વલસાડ જિલ્લા સચિવ શ્રી કિશોરભાઈ રાઠોડ તથા અન્‍ય કાર્યકર્તા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

માનવતા મહેકાવતી પારડી પોલીસ: અસ્‍થિર મગજના સગીરનું પરિવાર સાથે સુખદ મિલન

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્‍તોએ વૃક્ષારોપણ કરી સ્‍વચ્‍છતાની સુગંધ ફેલાવી

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

vartmanpravah

Leave a Comment