October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ ન.પા.ના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદભાઈ રાણાએ મોટી દમણની નવી શાકભાજી માર્કેટની બાજુમાં પડેલી ખાલી જગ્‍યામાં સર્વ સમાજ માટે પાર્કિંગ સાથેનો ટાઉન હોલ બનાવવા પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દમણ નગરપાલિકાના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર શ્રી પ્રમોદભાઈ મોહનલાલ રાણાએ મોટી દમણની નવી શાકભાજી અને મચ્‍છી માર્કેટની બાજુમાં આવેલ ખાલી પ્‍લોટ ઉપર મોટી દમણના સર્વ સમાજ માટે કોમ્‍યુનીટિ હોલ અને નીચે પાર્કિંગ બનાવવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સમક્ષ માંગણી કરી છે.
શ્રી પ્રમોદભાઈ રાણાએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને કરેલ રજૂઆતમાં જણાવ્‍યું છે કે, મોટી દમણ નગરપાલિકા વિસ્‍તારમાં ઘણાં લાંબા સમયથી સર્વ સમાજના લોકો દ્વારા ટાઉન હોલ બનાવવા માટે માંગણી થઈ રહી છે. મોટી દમણનો માર્કેટ વિસ્‍તાર દરેક ગામને મધ્‍યમાં પડે છે અને જગ્‍યાની ઉપલબ્‍ધતા પણ છે. તેથી ટાઉન હોલની સાથે અંડરગ્રાઉન્‍ડ પાર્કિંગ પણ બનાવવામાં આવે તો મોટી દમણની બંને માંગણીઓ પૂર્ણ થઈ શકે એવી લાગણી પણ વોર્ડ નં.2ના કાઉન્‍સિલર શ્રી પ્રમોદભાઈ રાણાએ પ્રગટ કરી છે.

Related posts

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

દાનહ જિલા પંચાયત પ્રમુખ નિશા ભવરે રખોલી ગ્રામ પંચાયતની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment