Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લામાં ખેલા મહાકુંભ-2021-22 અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાની સ્‍પર્ધાઓ તા.21/3/2022થી તા.26/3/2022 દરમિયાન તેમજ જિલ્લાકક્ષાની કેટલીક સ્‍પર્ધાઓ તા.3/5/2022થી તા.12/5/2022 દરમિયાન યોજાશે.
આ ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન, એલેટિકસ, રસ્‍સાખેંચની સ્‍પર્ધાઓ માટે તાલુકાવાઇઝનિમાયેલા કન્‍વીનરનો સંપર્ક સાધવાનો રહેશે. વલસાડ તાલુકામાં શ્રી આઇ.પી.ગાંધી હાઇસ્‍કૂલ જુજવા ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે સંજયભાઇ વસાવાના મો. નં. 9913666541, પારડી તાલુકામાં ડી.સી. સાર્વજનિક હાઇસ્‍કૂલ અને સરસ્‍વતી શિશુમંદિર પોણિયા ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે દીપકભાઇ પટેલના મો.નં.9687654653, વાપી તાલુકામાં સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઇસ્‍કૂલ-ચલા ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે નિસર્ગભાઇ તિવારીના મો.નં.7016286071 તેમજ ઉપાસના લાયન્‍સ સ્‍કૂલ-વાપી ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે નીતિનભાઇ સોનવણેના મોબાઇલ નં. 9879402992, ઉમરગામ તાલુકામાં બી.એમ. એન્‍ડ બી.એફ. વાડિયા હાઇસ્‍કૂલ-ફણસા તેમજ પંચાયત ગ્રાઉન્‍ડ-કલગામ અને નારગોલ ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે યોગેશભાઇ મહેરના મો.નં.9925107565, ધરમપુર તાલુકામાં એસ.વી. પટેલ હાઇસ્‍કૂલ આસુરા ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે જયેશભાઇ ટંડેલના મો.નં.9925345948 તેમજ આદર્શ નિવાસી શાળા ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે પ્રકાશભાઇ પટેલના મો.નં. 9727409056 જ્‍યારે કપરાડા તાલુકામાં એન.આર.રાઉત ઉત્તર બુનિયાદી શાળા, નાનાપોંઢા ખાતે યોજાનારી સ્‍પર્ધાઓ માટે જયેશભાઇ પટેલના મો.નં.9727233900નો સંપર્ક સાધવા જણાવાયું છે.
જ્‍યારે જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ પૈકી અતુલ કલબ ખાતે યોજાનારીબેડમિન્‍ટન, સ્‍વીમિંગ, ફુટબોલ, તેમજ કરાટે સ્‍પર્ધા માટે અજોય નામાના મો.નં.9589681582, સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલ-ચલા ખાતે યોજાનારી કુસ્‍તી, હેન્‍ડબોલ સ્‍પર્ધા માટે નિસર્ગભાઇ તિવારીના મો.નં.7016286071, જે.એન.સી. હાઇસ્‍કૂલ મરોલી ખાતે યોજાનારી કુસ્‍તી સ્‍પર્ધા તેમજ બી.એમ.એન્‍ડ બી.એફ. વાડિયા સ્‍કૂલ, ફણસા ખાતે યોજનારી શુટિંગ બોલ સ્‍પર્ધા માટે યોગેશભાઇ મહેરના મો.નં.9925107565 તેમજ રાજેશભાઇ કેણીના મો.નં.9925412575, વલ્લભઆશ્રમ-પારડી ખાતે યોજાનારી ફુટબોલ સ્‍પર્ધા માટે રાજન મિશ્રાના મો.નં.9426844970, ટાટા વાડિયા હાઇસ્‍કૂલ નારગોલ ખાતે યોજાનારી જુડો સ્‍પર્ધા માટે ચેતસ પટેલના મો.નં.9016093549, ધરમપુર નગરપાલિકા હોલ ખાતે યોજાનારી ટેકવેન્‍ડો સ્‍પર્ધા માટે જયેશભાઇ ટંડેલના મો.નં.9925345948, નગરપાલિકા સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ-વલસાડ ખાતે યોજાનારી લોન ટેનિસ અને ટેબલ ટેનિસ સ્‍પર્ધા માટે કેતનભાઇ દેસાઇના મો.નં.9898611410 ઉપર સંપર્ક સાધવાનો રહેશે. આ સ્‍પર્ધાના તમામ ખેલાડીઓએ પોતાના આધારકાર્ડ અને ખેલ મહાકુંભની ઓનલાઇન રજિસ્‍ટ્રેશનની સ્‍લીપ લાવવાની રહેશે, એમ જિલ્લા રમતગમત અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

vartmanpravah

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

Leave a Comment