October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ તાલુકાના ડુંગરીના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને નાશિકના કાળીદાસ મેમોરીયલ હોલ ખાતે નાશિક પત્રકાર સંઘ અને નગરસેવક દ્વારા જાદુઇ કલા ભૂષણ એવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ફોટોગ્રાફર બાલશાષાી જાંભેકર, પત્રકાર સંઘના અધ્‍યક્ષ મહેન્‍દ્રભાઇ દેશપાંડે, આચાર્ય રામકુલકર્ણી, અભિનેત્રી સુરેખા લહા મંગેશકર શર્મા, અભિનેત્રી કિરણ રાવ, વિશ્વ સુંદરી પૂનમ તિરારી અને અભિનેતા હાર્દિક જોષીના વરદ હસ્‍તે મોમેન્‍ટો, સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જાદુગર ડી.લાલે નવ ફૂટ ચી તલવાર પેટની આરપાર, હવામાંથી તિરંગી ઝંડાઓ તથા કાગળમાંથી પૈસાનો વરસાદ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતાં. આ કાર્યક્રમ માટે જાદુગર મંગલ, જાદુગર રાજકુમાર, જાદુગર સમીરજી, જાદુગાર રાજાએ અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમ માટે સંજય અને રમેશે જહેમત ઉઠાવી હતી.

Related posts

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન નજીક બાઈક સવાર યુવાનો લેબર કોન્‍ટ્રાક્‍ટરની બેગ ખેંચી 10 લાખ લઈ ફરાર

vartmanpravah

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

vartmanpravah

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

Leave a Comment