કોઈ અમિતકુમાર નામનો શખ્સ ટ્રક ભાડે માંગી ટ્રકનું ભાડું ઓનલાઈન ચુકવવા ખાતાની વિગતો માગી ડ્રાઈવરોને છેતર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: દિવસે દિવસે ઓનલાઈન સાઈબર ફ્રોડમાં વધારો થતો જોવા મળે છે. કંઈકતેવી રીતે વાપીના 30 ટ્રાન્સપોર્ટર્સ સાથે ઓનલાઈન દ્વારા 30 લાખ જેટલી રકમની છેતરપિંડી થયાની વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો.
વાપી સેલવાસમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યો છે. ટ્રાન્સપોર્ટર ઉપર વિવિધ માલની હેરાફેરી માટે ટ્રકનો ઓર્ડર આપે છે તે અનુસાર એક અમિતકુમાર નામના વ્યક્તિએ વિવિધ વિઝિટીંગ મેળવી ટ્રક ડ્રાઈવર કે કે ટ્રાન્સ્પોર્ટ માલિકને અલગ અલગ ભાડાની મોબાઈલથી વાત કરીને ઘર સામાન ફેરવવો છે કે ફલાણી જગ્યાએ માલ પહોંચાડવાનું જણાવી ટ્રક નક્કી કરી ભાડાની ચર્ચા કરે છે. પછીથી ભાડું ઓનલાઈન આપના ખાતામાં ચૂકવી આપું તેવું જણાવી અમિતકુમાર ખાતામાં જમા કરાવવાનું કહેતો તેથી ડ્રાઈવર ખાતાની ડીટેઈલ મોકલી આપે. ત્યાર પછી આ શખ્સ એક બારકોડ મોકલતો જેના વડે તરત ટ્રાન્સપોર્ટરના ખાતાની રકમ ઉપડી જતી હતી. છેલ્લા એક મહિનાથી આ ગતિવિધિ ચાલી રહી છે. કોઈ મોટી ગેંગ હોવાનું મનાય છે. ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ શાહ અને ટ્રાન્સપોર્ટર્સે આ બાબતે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઠગ અમિતનો ફોન હાલ પણ ચાલુ બતાવે છે પણ હવે ફોન ઉપાડતો નથી. ટ્રક ભાડાના એડવાન્સ પૈસા ચુકવવાનું જણાવી ફ્રોડ થતો રહ્યોહતો.