December 1, 2025
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14
સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની રચના તા.14-12-2021ના રોજ થઈ રહી છે ત્‍યારે પારડી બાર એસોસિએશન દ્વારા પણ આજરોજ વકીલ મંડળોની રચના કરવામાં આવી છે.
પારડી બાર એસોસિએશનની વર્ષોની પરંપરા અને એકતા છે કે પારડીમાં ઈલેકશન નહી પરંતુ વર્ષોથી સર્વ સંમતિથી સિલેકશનથી બિનહરીફ વકિલ મંડળોની રચના થતી આવી છે. વર્ષોની પરંપરાને અનુસરી આજરોજ પણ બે વર્ષ માટેની વકીલ મંડળોની જાહેરાત ચૂંટણી કમિશનર અને એડવોકેટ એવા શ્રી કિર્તીભાઈ આર. રાજપૂતે કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ મોહનભાઈપટેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ મોહનભાઈ પટેલ, સેક્રેટરી શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી અશ્વીનભાઈ રમણભાઈ દેસાઈ, ખજાનચી શ્રી માંગીલાલ રાજપુરોહિત, લાઈબ્રેરીયન શ્રી રોનકભાઈ એમ. રાણા તથા ઈ. લાઈબ્રેરીયન તરીકે શ્રી જીનેશભાઈ અનીલભાઈ મપારાની વરણી કરવામાં આવી હતી.
મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત તમામ વકિલ મિત્રોએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન આપ્‍યા હતા. નવા નિમાયેલા વકીલ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ મોહનભાઈ પટેલને વલસાડ જિલ્લા નોટરી એસોસિએશનના પણ પ્રમુખ બનાવવામાં આવ્‍યા છે. તેઓએ આ પ્રસંગે સૌનો આભાર માની કોર્ટની પવિત્રતા જાળવી રાખવાની સાથે પારડીના કોર્ટનું નવુ બિલ્‍ડીંગ જલ્‍દીથી બને તેની પ્રાથમિકતા આપવાનું જણાવ્‍યું હતું.

Related posts

વાપી છીરીના પેટ્રોલ પમ્‍પથી રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી રૂપિયા નહી આપતા ચણોદના ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment