October 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

  • દાનહ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના અધિકારીઓ સાથેના સંકલનના અભાવથી ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત કર્મીઓની નિકળી રહેલી ખો
  • જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે પણ હાથ ઉંચા કરતા કર્મચારીઓની સામી હોળીએ દયનીય બનેલી સ્‍થિતિ
    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.16
    દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાઅને ઉચ્‍ચ અધિકારીઓ સાથેના તાલમેલના અભાવે જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ શાખાના ઈરીગેશન વિભાગના ડેઈલીવેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત 400થી વધુ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહી મળતા તેમની હાલત કફોડી બનવા પામી છે. આ બાબતે કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે આજે નાની દમણના સચિવાલય ખાતે નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતને મળી પોતાની વ્‍યથા પણ વ્‍યક્‍ત કરી હતી.
    પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના નાણાં સચિવ દ્વારા જિલ્લા પંચાયત પાસે કર્મચારીઓના વેજીસની બાબતમાં મંગાવવામાં આવેલ રિપોર્ટ હજુ સુધી સુપ્રત નહી કરતા આ સ્‍થિતિ પેદા થવા પામી છે.
    દરમિયાન ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ કર્મચારીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરની પણ મુલાકાત કરી આ મુદ્દે દરમિયાનગીરી કરી તેમના બાકી નિકળતા પગારની ચૂકવણીની વ્‍યવસ્‍થા કરવા રજૂઆત કરી હતી. પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરે પણ હાથ ઉંચા કરતા કર્મચારીઓની સ્‍થિતિ દયનીય બનવા પામી છે.

 

Related posts

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

પારડી ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું થયું આયોજન

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

Leave a Comment